જેતપુર શહેરના નવાગઢનો ૧૨ વર્ષીય બાળક ભાદર નદીમાં ડૂબ્યો

જેતપુર, આજ રોજ જેતપુર શહેરના નવાગઢ વિસ્તારમાં રહેતા શબ્બીરભાઈ પરમારનો ૧૨ વર્ષનો દીકરો અરમાન આજે બપોરે પોતાના ત્રણેક મિત્રો સાથે ભાદર નદીમાં નહાવા ગયો હતો. ત્યારે ચારેક વાગ્યાના સુમારે ભાદર નદીના પાણીમાં લાપતા બન્યો હતો.ઘટનાની જાણ થતા જેતપુરના ચીફ ઓફિસર તેમજ મામલતદાર વિજય એમ. કારિયા ઘટના સ્થળે પહોંચ્યા હતા તેમજ નગરપાલિકાના તરવૈયાઓ દ્વારા બાળકની શોધખોળ હાથ ધરવામાં આવી છે. રિપોર્ટર : અમૃત સિંગલ, જેતપુર Post Views: 225